Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ગુજરાતમાં કોરોના : ૭ર કલાકમાં કુલ કેસ એક લાખ પર પહોંચશે

 અમદાવાદ, તા. ૧ : ગુજરાતમાં કોરોનાનો રેટ સતત વધી રહ્યો છે.  ગઇ કાલે રાજયમાં કોરોનાના નવા ૧૨૮૦ કેસ  નોંધાતાં રાજયમાં કોરોનાના કુલ ૯૬,૨૪૫ કેસ થઇ  ચૂકયા છે. જે પ્રકારે દરરોજ કોરોનાના કેસ મળી  રહ્યા છે તેને જોતાં આગામી ૭૨ કલાકમાં એટલે કે  ત્રણ દિવસમાં રાજયમાં કોરોનાના કુલ એક લાખ  કેસ થશે. 

અમદાવાદમાં ગઇ કાલે કોરોનાના નવા ૧૪૭  કેસ નોંધાતાં શહેરમાં કોરોનાના કુલ ૨૯,૮૧૦  કેસ થયા છે. શહેરમાં પણ કોરોનાના કેસ હવે  બે દિવસમાં વધીને ૩૦,૦૦૦ થઇ જશે. આજે  પણ દક્ષિણ-પશ્યિમ ઝોનના જોધપુર, વેજલપુર,  મકતમપુરામાં કોરોનાનો ઉપદ્રવ છે. શહેરના કુલ  ૨,૮૮૦ એકિટવ કેસમાં આ ઝોનના જ સૌથી  વધુ ૪૮૬ એકિટવ કેસ છે. ઉત્ત્।ર-પશ્યિમ ઝોનમાં  ૪૫૮ અને પશ્યિમ ઝોનમાં ૪પપ કેસ હોઈ પશ્ચિમ અમદાવાદમાં જ કોરોનાના કુલ ૧,૩૯૯ કેસ છે.  શહેરના લગભગ ૫૦ ટકા કેસ પશ્ચિમ અમદાવાદમાં  છે. આમ સરકારી ચોપડે તંત્ર કોરોનાના ઓછા    કેસ જાહેર કરાતું હોવા છતાં કોરોનાની સ્થિતિને    હળવાશમાં લઇ શકાય તેમ નથી.  

જોકે ગુજરાતમાં તો અનલોક-૩માં કોરોનાએ  હાહાકાર મચાવ્યો છે. અનલોક-૧માં એટલે કે  જૂનમાં રાજયમાં ૧૫,૮૪૯ કેસ અને ૮૧૦ મોત,  અનલોક-રમાં એટલે કે જુલાઇમાં કોરોનાના કુલ  ૨૮,૭૯૫ કેસ અને ૫૯૧ મોત અને ઓગસ્ટના  અનલોક-૩માં કોરોનાના કુલ ૩૪,૯૯૭ કેસ  અને ૫૮૩ મોત નોંધાયાં છે. અત્યારે ગુજરાત  કરતાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ,  ઉત્ત્।રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર,  દિલ્હી, આસામ અને તેલંગાણા એમ ૧૧ રાજયમાં  કોરોનાના કેસ વધુ છે.

આ તમામ રાજયમાં એક  લાખથી વધુ કેસ છે. જોકે હવે ગુજરાત પણ એક  લાખ કોરોનાના કેસ ધરાવતા રાજયની યાદીમાં  સમાવેશ પામશે. જે રાજયમાં કોરોના ભયજનક  બની રહ્યો હોવાનું સ્પષ્ટ કરે છે. જોકે કોરોનાના  નવા કેસની વૃદ્ઘિમાં ગુજરાત દેશમાં ૧૯મા ક્રમે  છે. એટલે દેશના અન્ય રાજયો કરતાં ગુજરાતમાં  કોરોનાનું સંક્રમણ ઓછું છે તેવું પણ અમુક વર્ગ  માને છે.

(3:37 pm IST)