Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વડોદરા:વાસણા રોડ પર પડેલ ભુવાનું નિરીક્ષણ કરવા ગયેલ મનપાના અધિકારી પર સ્થાનિક લોકોનો હુમલો

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર વાસણા રોડ સ્થિત શોભના નગર વિસનગર પાસે ભૂવો પડ્યો હતો. તેનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે સ્કૂટર પાર્ક કરવાના મુદ્દે સ્થાનિક મહિલા રહીશ તેઓને લાફો મારતા મામલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ આસિસ્ટંટ એન્જિનિયર મેઘાબેન વણકર વોર્ડ નંબર ની કચેરીમાં ફરજ બજાવે છે તેઓ આજે ફરજ દરમિયાન વાસણા રોડ ભાવનગર ખાતે ભુવો પડયા હોવાની જાણકારી મળતાં તેઓ સ્થળ પર તપાસ માટે ગયા હતા.

દરમિયાનમાં તેમનું પોતાનું ટુ વ્હીલર વાહન સોસાયટીના રસ્તા ની પાસે મૂક્યું હતું ત્યારે ત્યાંથી કાર લઈને એક મહિલા પસાર થતા હતા ત્યારે તે મહિલાએ એડિશનલ આસિસ્ટંટ એન્જિનિયરને વાહન વચ્ચે કેમ મૂકો છો તેમ કહી તે હટાવવા કહ્યું હતું. સ્કૂટર હટાવવાના પ્રશ્ને હોબાળો સર્જાતા મહિલા કર્મચારીએ જેપી રોડ પોલીસ સ્ટેશન પર પહોંચી જઈને ફરિયાદ કરી હતી. દરમિયાનમાં વોર્ડ નંબર ના તમામ કર્મચારીઓ પણ મહિલા કર્મચારીના ટેકામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા.

(6:01 pm IST)