Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરત:ઉછીના પૈસા પરત ન કરતા ઉશ્કેરાયેલ મિત્રોએ યુવાનના ઘરે જઈ તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં ફાઇનાન્સ કંપનીમાં રિક્વરીનું કામ કરતા ડિંડોલીના યુવાને મિત્ર પાસે ઉછીના લીધેલા રૂ.9000 પૈકી બાકી રૂ.4000 સમયસર પરત કરતા ઉશ્કેરાયેલો મિત્ર તેના બે મિત્રોને લઈ યુવાનના ઘરે આવ્યો હતો અને યુવાનને માર મારી તેના ઘરની સામે પાર્ક કરેલી તેની મોટરસાયકલ અને અન્ય મિત્રની મોપેડમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં ડીંડોલી સી.આર.પાટીલ રોડ રધુકુળનગર મકાન નં.19 માં રહેતો 23 વર્ષીય કૌશલેન્દ્ર વિનય શુક્લા ડિંડોલી ખાતે એલ એન્ડ ડી ફાઇનાન્સમાં રિક્વરીનું કામ કરે છે. કૌશલેન્દ્રએ બે મહિના અગાઉ મિત્ર રીષુ વિનયસીંગ રાજપુત ( રહે.મકાન નં.28, લક્ષ્મીનારાયાણનગર-1, ડીંડોલી, સુરત ) પાસેથી રૂ.9000 ઉછીના લીધા હતા અને તે પૈકી રૂ.5000 પરત કરી દીધા હતા. જયારે બાકી રકમ રૂ.4000 પરત કરવા માટે તેણે 5 સપ્ટેમ્બરની તારીખ કહી હતી. જોકે, કૌશલેન્દ્રએ 31 ઓગસ્ટે પૈસા પરત માંગ્યા હતા. ગતસાંજે કૌશલેન્દ્ર તેના બે મિત્રો અંકીત તથા ઉમેશ ગામીત સાથે આવ્યો હતો અને ઘરની બહાર ઉભેલા કૌશલેન્દ્ર પાસે પૈસા માંગતા તેણે હાલ સગવડ નથી તેમ કહ્યું હતું.

(6:03 pm IST)