Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મહુધાના ફિણાવમાં ઘરમાં વિદેશી દારૂનો વેપલો ચલાવનાર પિતા-પુત્રની પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી

મહુધા: તાલુકાના ફિણાવ ભાગોળ વિસ્તારમાં આવેલ ચોરાના લીમડા પાસે રહેતાં નાસીરહુસેન ઉર્ફે ખેડૂત મહંમદમીયાં મલેક અને તેનો પુત્ર નાઝીમહુસેન પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી ખાનગી રાહે છુટક વેચાણ કરતાં હોવાની માહિતી મહુધા પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે દરોડો પાડી નાસીરહુસેન મલેક અને તેના પુત્ર નાઝીમહુસેનની અટકાયત કરી હતી. બંનેને સાથે રાખી ઘરની તલાશી લેતાં દાદર નીચે મુકેલા પ્લાસ્ટિકના બે થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૫ નંગ બોટલો મળી આવી હતી. દારૂના જથ્થા બાબતે પોલીસે પૂછપરછ હાથ ધરતાં મહુધાના ચોખંડી ભાગોળમાં રહેતાં આબીદહુસેન કાસમમીયાં મલેકે દારૂનો જથ્થો વેચવા માટે આપ્યો હોવાની તેઓએ કબૂલાત કરી હતી.

પોલીસે ૨૧ હજારનો વિદેશી દારૂનો જથ્થો એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૨૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરીને દારૂના જથ્થા સાથે પકડાયેલા નાસીરહુસેન ઉર્ફે ખેડુત મહંમદમીયાં મલેક અને નાઝીમહુસેન નાસીરહુસેન ઉર્ફે ખેડૂત મલેક તેમજ દારૂનો જથ્થો વેચવા માટે આપનાર આબીદહુસેન કાસમમીયાં મલેક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:06 pm IST)