Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ખેડા તાલુકાના વાસણામાં પ્રાથમિક શાળાને નિશાન બનાવી તસ્કરોએ 36હજારના મુદ્દામાલની ઉઠાંતરી કરી

ખેડા:તાલુકાના વાસણા મારગીયા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ત્રાટકેલા તસ્કરો શાળામાંથી પ્રિન્ટર, કમ્પ્યુટર, ટીવી, સાઉન્ડ સિસ્ટમ તેમજ ખુરશીઓ મળી કુલ રૂ.૩૬,૫૦૦ નાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. બનાવ અંગે શાળાના આચાર્યની ફરિયાદને આધારે ખેડા ટાઉન પોલીસે અજાણ્યાં તસ્કરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના વાસણા મારગીયા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ગત શનિવારના રોજ શિક્ષકો તેમજ કર્મચારીઓએ ઓનલાઈન શિક્ષણ પૂર્ણ કરી બપોરે બાર વાગ્યાના અરસામાં શાળાને તાળુ મારી બંધ કરી હતી. જે બાદ ગતરોજ રવિવારની રજા હતી. આજે સવારના સમયે શિક્ષકો શાળાએ પહોંચ્યાં તે વખતે શાળાની ઓફિસની તિજોરી ખુલ્લી હાલતમાં હતી. અને માલસામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. જેથી શિક્ષકોએ શાળાના આચાર્ય રાહુલભાઈ કનૈયાલાલ શાહને આની જાણ કરી બોલાવ્યાં હતાં. અને તપાસ કરતાં શાળાની ઓફિસમાંથી એક પ્રિન્ટર, રિસિવર સહિતનું એક એલઈડી ટીવી, બાર કમ્પ્યુટર મોનીટર, ત્રણ પીસીયુ, કમ્પ્યુટર લેબમાંથી આઠ ખુરશીઓ, ઓફિસમાંથી નવ ખુરશીઓ તેમજ એક સાઉન્ડ સિસ્ટમ ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું.

(6:06 pm IST)