Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આણંદ શહેર પોલીસે રાત્રીના સુમારે અમીન ઓટો નજીક આવેલ ગેરેજ પાસે છોટા હાથીમાં લવાયેલ 30 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

આણંદ:શહેર પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે અમીન ઓટો પાસે આવેલા એક ગેરેજ પાસે છોટા હાથીમાં લવાયેલા ૩૦ પેટી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડીને કુલ .૦૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસને હકીકત મળી હતી કે, અમીન ઓટો પાસે આવેલા એક ગેરેજ નજીક છોટા હાથીમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે જેના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ટેમ્પાના ડ્રાયવરને અટકમાં લઈને તપાસ કરતાં ઘાસના પુળાની આડમાં લવાયેલો ૩૦ પેટી વિદેશી દારૂ કે જેની કિમત .૪૪ લાખ રૂપિયા જેટલો થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પૂછતાં તે વેરાવળનો રાજા ઉર્ફે રાજુભાઈ હાદાભાઈ ખાંભલા હોવાનું ખુલવા પામ્યું હતુ. તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે સાથે કુલ .૦૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોણે મંગાવ્યો હતો જેવી બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે.

(6:07 pm IST)