Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરતમાં ૩ હજારથી વધુ દુકાનો બંધ કરાઇ, ૧.૦૬ લાખનો દંડ

સુરત મનપાએ સપાટો બોલાવ્યો : સુરતમાં કોરોના કેસોને લઈને મનપા દ્વારા તેના એસઓપીનું પાલન નહીં કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી

સુરત,તા. : શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને મનપા દ્વારા તેના એસઓપીનું પાલન નહીં કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. સોમવારે દિવસ દરમિયાન મનપા દ્વારા ત્રણ હજાર જેટલી દુકાનો બંધ કરીને સપાટો પાડી દેવામાં આવ્યો છે. ઉપરાંત કતારગામના બે હીરાના કારખાના તથા નાગરિકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતા મનપા દ્વારા કુલ .૦૬ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરમાં કોરોના વાયરસની મહામારી છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી છે. જેમાં અનલોક દરમિયાન હીરાના કારખાના સહિત ઘણાખરા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ધંધાની શરૂઆત કરી દીધી છે. એક તરફ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ શહેરમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એસઓપીના નિયમના ઉલ્લંઘન સાથે વ્યવસાયમાં સ્પીડ પકડી રહ્યા છે. એવામાં મનપા દ્વારા યોગ્ય ગાઇડલાઇન પ્રમાણે અલગ-અલગ વ્યવસાય માટે એસઓપીના નિયમ બનાવવામાં આવ્યા છે.

           સોમવારે મનપા દ્વારા સંપૂર્ણ સપાટો પાડી દેવામાં આવ્યો હતો. જેમાં પાનના ગલ્લા, ૨૬૦૭ કરિયાણાની દુકાનો સહિતની અન્ય દુકાનો,૧૬૦૧ શાકભાજીની લારીઓ ઉપરાંત ૬૬૩ પાથરણાવાળાઓએ એસઓપીના નિયમનું ઉલ્લંઘન કરતા કુલ ૩૦૦૦ જેટલી દુકાનોને બંધ કરાવી દેવામાં આવી હતી. જ્યારે કતારગામ વિસ્તારમાં આવેલ બંબાવાડી નજીક શ્વેત જેન્સ હીરાના કારખાનામાં કારીગરોના કોરોના વાયરસના ટેસ્ટની વિગતો નહીં રાખતા પાંચ હજારનો દંડ કરાયો હતો. જ્યારે પ્રમુખ જેમ્સ હીરાના કારખાનામાં માસ્કનો ઉપયોગ નહીં કરતા આઠ હજારનો દંડ કરાયો હતો. ૧૧૦ લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા ૪૭,૦૦૦નો દંડ,૧૦૦ લોકોને માસ્ક નહીં પહેરતા ૪૪,૩૦૦નો દંડ, લોકોને સેનિટાઈઝરનો યોગ્ય ઉપયોગ નહીં કરતા ૨૦૦૦નો દંડ, ત્રણ લોકોને થુંકવા માટે ૬૦૦નો દંડ. આમ કુલ મળીને ૨૧૭ નાગરિકો પાસેથી ૯૩,૯૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. જયારે મનપા દ્વારા સોમવારે દિવસ દરમિયાન કુલ મળીને . લાખનો દંડ વસૂલાયો હતો.

(7:35 pm IST)