Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રાજપીપળા ગાર્ડન અને નવા ફળીયા માં જુગાર રમતા ૬ જુગારિયાઓને ૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન અને કડક સૂચના મુજબ નર્મદા જિલ્લામાં દારૂ જુગાર ના વેપલા પર પોલીસની સતત વોચ હોય ગતરોજ રાજપીપળા માં બે અલગ અલગ જગાયાઓ પર પોલીસે જુગાર પર છાપો મારી ૬ જુગરિયાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

રાજપીપળા માં ગાર્ડન પાસે જુગાર રમતા ૬ જુગરિયાઓ પૈકી હરમીત અજયભાઇ રાઠોડ,વસીમ મનસુરભાઇ મનસુરી,પરબત હિરાભાઇ વાદી, તેમજ નવા ફળીયા ખાતે જુગાર રમતા સબિર હુસેન સમશેરખાન બલુચી,ફિરોજ ઈસ્માલભાઈ અને સાજીદખાન પઠાણ મળી કુલ ૬ ને હારજીતનો જુગાર રમી રમાડતા ઝડપી પાડી આ બંને જુગાર પૈકી જુગરિયાઓ પાસે થી પોલીસે નવા ફળીયા માંથી રૂ.૫૨,૦૦/- તેમજ ગાર્ડન પાસે ના જુગાર પરથી રૂ.૭૮૦/- મળી કુલ- રૂ.૫૯૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(7:40 pm IST)