Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરતમાં કોરોના એ ફરી ફુફાડો મારતા અમુક ઝોનમાં પાનની દુકાનો ફરી બંધ રાખવા આદેશ કરાયા

સુરતના વરાછા અને કતારગામમાં કોરોના નિયંત્રિત કરવા પાનની દુકાનો - ગલ્લા બંધ રાખવા પાલિકાનો નિર્ણય

સુરત : સુરતમાં અમુક ઝોનમાં ખાસ કરીને હીરાના કારખાના વિસ્તારમાં કોરોનાની વધતા કહેરને અંકુશમાં લેવા નગરપાલિકા દ્વારા પાનના ગલ્લા - દુકાનો વહેલા બંધ કરાવવા જેવા અનેક કડક પગલાં ભરવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.

સુરત શહેરના વરાછા અને કતારગામા ઝોનમાં બહારથી આવતા લોકોની અવરજવર પર હાલ પાલિકા દ્વારા સખત તકેદારી રાખવા માટે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે, છેલ્લા બે દિવસથી રેકડિયો પર ભારે ભીડ એકઠી થતી હોવાના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા સેવાઈ રહી છે.

હીરાના કારખાનાઓની નજીક આવેઌ દુકાનોને બંધ કરાવવામાં આવી રહ્યા છે. વરાછા ઝોનમાં પણ પાનના તમામ ગલ્લાઓ - દુકાનો બંધ કરાવવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા શો રૂમ, રીટેલ શોપ તથા મોલમાં એપોઇન્ટમેન્ટથી જ પ્રવેશ આપવા શક્યતા ચકાસવા જણાવાયું છે.

લકઝરી બસમાં આવતા મુસાફરોને સુરત શહેરમાં ઉતારવાને બદલે કામરેજની આસપાસ ઉતારી દેવાતા હોવાની ફરિયાદ મળી છે. બહારગામથી આવતા લોકોનું રેપિડ ટેસ્ટ થાય તે માટે નિયત જગ્યાએ જ તમામ મુસાફરોને ઉતારવા લકઝરી બસ સંચાલકોને તાકીદ કરવામાં આવી છે.

(8:48 pm IST)