Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ધોળકા, બાવળાની મુલાકાત લેશે :ખેડૂતો સહિત વિસ્તારોમાં થયેલા નુકસાનીનો આંક મેળવશે

ખેડૂતો સહિત સ્થાનિક રહીશોને કેટલું નુકસાન થયું છે તેની વિગતો મેળવીને સરકાર સમક્ષ રજૂ કરશે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી પડેલાં ભારે વરસાદના કારણે ધોળકા તથા બાવળા વિસ્તારમાં ભારે ખાનાખરાબી થઇ છે. પરિણામેં  રોડ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાતમા થયેલી અતિવષ્ટિમાં ખેડૂતોનો પાકનો નાશ થયો છે.જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ( GPCC )ના પ્રમુખ અમીત ચાવડા સહિતનું એક પ્રતિનિધિ મંડળ આવતીકાલે બુધવારે બાવળા તથા ધંધુકાની મુલાકાતે જવાના છે.

ત્યાં અતિવષ્ટિના કારણે તે સ્થળ સ્થિતિની સાથે ખેડૂતો સહિત સ્થાનિક રહીશોને કેટલું નુકસાન થયું છે તેની વિગતો મેળવીને સરકાર સમક્ષ રજૂ કરશે.

તાજેતરમાં ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટીમાં ખેડૂતોને થયેલ પારાવાર નુકશાનીનો સ્થળ સ્થિતિનો અભ્યાસ કરવા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ આવતી કાલે તા 02-09-2020 ના રોજ અમદાવાદ જિલ્લાના બાવળા અને ધોળકા તાલુકાના ગામોનો પ્રવાસ કરવાના છે.

કેટલાં વાગ્યે કયાં જશે

સવારે 9.00 કલાકે ઓનેસ્ટ હોટલ , બાવળા
સવારે 9.30 કલાકે અરણેજ થઇ ગુંદી
સવારે 10 .30 કલાકે ઉટેલીયા
સવારે 11.00 કલાકે મીઠાપુર
બપોરે 12.00 કલાકે ભમાસરા
બપોરે 12 .30 કલાકે ડિજિટલ મેમ્બરશિપના કાર્યક્રમમાં હાજરી આપશે

(11:44 pm IST)