Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વધુ પ્રમાણમાં પાણી છોડનાર કરજણ ડેમના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કાછીયા પટેલ સમાજનું કલેકટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  કરજણ ડેમના નવ ગેટ ખોલવામાં આવતાં કરજણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. રાજપીપલા સહિતના વિસ્તારના કિનારા ધોવાઈ ગયાં હતાં જેમાં નદી કાંઠાના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થવા બાબતે કરજણ ડેમમાં ફરજ બજાવતા અધિકારીઓની બેજવાબદારી જ જવાબદાર છે માટે તેમની સામે પગલાં લઈ કાર્યવાહી કરી ખેડૂતોને થયેલા નુકસાન નું વળતર આપવા કાછીયા પટેલ સમાજ, રાજપીપળા દ્વારા કલેકટર,નાયબ કાર્યપાલક ઈજનેર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ તા.29 સપ્ટેમ્બર એ કરજણ ડેમમાંથી એક સાથે ખુબજ વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી કરજણ નદી કાંઠાના ખેતરોમાં મોટું નુકસાન થયું છે,આમ અવાર નવાર મનસ્વી રીતે ડેમના અધિકારીઓ ડેમના પાણીનું સંચાલન કરવાથી ખેતરોમાં વાવણી કરાયેલ શેરડી અને કેળા તથા બીજા શાકભાજીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે માટે ડેમમાં ફરજ બજાવતા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને નુકશાન થયેલ ખેડૂતોને વળતર આપવા બાબતે કાછીયા પટેલ સમાજ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

(10:04 pm IST)