Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજપીપળા એમ.આર.આર્ટ્સ એન્ડ સાઈન્સ કોલેજ સહિત નર્મદા જિલ્લાના ગામડાઓમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન

રાજપીપળા એમ.આર.આર્ટ્સ એન્ડ સાઈન્સ કોલેજ સહિત નર્મદા જિલ્લાના ગામડાઓમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નેશનલ સર્વિસ ઓથોરીટી (NALSA) ના “Pan India Awareness Programme” અંતર્ગત નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમજ વિવિધ તાલુકાઓના ગામડાઓમાં વસતા લોકોમાં કાનૂની જાગૃતતા કેળવવા માટે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા ધ્વારા તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૧૪/૧૧/૨૦૨૧ સુધી નર્મદા જિલ્લાના વિવિધ ગામડાઓમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે.

વધુમાં સામાન્ય લોકોમાં કાનૂની જાગૃત્તિ કેળવવા માટે તા.૨૩/૧૦/૨૦૨૧ તથા તા.૨૫/૧૦/૨૦૨૧ ના રોજ  રાજપીપલામાં એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એક મેગા લીગલ સર્વીસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.  
ઉપરોક્ત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકોએ જિલ્લા કાનૂની સેવા સંત્તા મંડળ, નર્મદા અથવા તો જે તે તાલુકામાં કાર્યરત એવી તાલુકા કાનૂની સેવા સમિતિની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા અને તાલુકા કાનૂની સેવા સમિતિ, રાજપીપલા માટે ફોન નં.(૦૨૬૪૦) -૨૨૦૨૯૪ તેમજ સંબંધિત તાલુકા સેવા સમિતિ દેડીયાપાડા માટે ફોન નં.(૦૨૬૪૯)-૨૩૪૦૦૪, સાગબારા માટે ફોન નં.(૦૨૬૪૯)-૨૫૫૨૫૦, તિલકવાડા માટે ફોન નં. (૦૨૬૬૧)-૨૬૬૧૨૩ અને ગરૂડેશ્વર માટે ફોન નં.(૦૨૬૪૦)-૨૩૭૦૪૪ છે, જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા જે.એ.રંગવાલા, સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે

(10:08 pm IST)