Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

નાંદોદ તાલુકાની યુવતીને લગ્ન કરવાના બહાને મરજી વિરુદ્ધ વારંવાર શરીર સુખ માણનાર યુવાન સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની યુવતિ સાથે વારંવાર શરીર સુખ માણી લગ્ન નહિ કરનાર યુવાન વિરુદ્ધ યુવતિએ ફરિયાદ આપી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકના એક ગામની 34 વર્ષીય યુવતિએ આપેલી ફરીયાદ મુજબ સંજયભાઇ દપતભાઈ વસાવા (મુળ રહે.ખરચી તા.ઝઘડીયા જી.ભરૂચ હાલ રહે .નરેન્દ્ર પાર્ક સોસાયટી વડીયા તા.નાદોદ જી.નર્મદા )નાઓએ ભોગ બનનાર બેનને લગ્ન કરવા માટેનો પાકો વિશ્વાસ અને ભરોસો આપી લગ્ન પહેલા ભોગબનનારની મરજી વિરૂધ્ધ અવાર-નવાર શરીર સુખ લાંબા સમય સુધી માણી પાછળથી લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા યુવતીની ફરીયાદના આધારે રાજપીપળા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ પોલીસ ઇંસ્પેક્ટર એમ. બી. ચૌહાણ રાજપીપલા પો.સ્ટે.કરી રહ્યા છે.

(10:14 pm IST)