Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સાબરમતી નદીમાં પ્રદુષણ અટકાવવા માટે હાઇકોર્ટે બહાર પાડ્યો વચગાળાનો હુકમ

હાંસોલથી વૌઠા સુધી સાબરમતી નદીની જવાબદારી ટાસ્ક ફોર્સ સંભાળશે:એએમસી અને . જીપીસીબી નજર રાખશે સાથે ટ્રાફિક પોલીસને પણ સૂચના

અમદાવાદ :  સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીના પ્રદુષણ મામલે વચગાળાનો હુકમ બહાર પાડયો છે.

હાઈકોર્ટે આદેશમાં ટાંકયું છે. જેમાં જણાવ્યું છે કે આપણા જળાશયોને સાચવવાની જવાબદારી શહેરી નાગરિકોની પણ છે. આ સાથે જ જણાવ્યું છે કે ગુજરાતની પ્રત્યેક નદીઓમાં પ્રદુષણ રોકવાની જવાબદારી નાગરિકોની છે. જળાશયો અને નદીઓની જાળવણી જરૂરી છે કે કારણ કે એનાથી આપણું અસ્તિત્વ છે.

દુર્લક્ષ થવાને કારણે આજે આ પ્રકારની અલાર્મિંગ સ્થિતિ ઉદ્ભવી છે. હાઈકોર્ટ દ્વારા ગઠિત જોઈન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા મુદ્દાઓ સૂચવવામાં આવ્યા છે જેનો હાઈકોર્ટના આદેશમાં ઉલ્લેખ કર્યો છે. હાંસોલથી વૌઠા સુધી સાબરમતી નદીની જવાબદારી ટાસ્ક ફોર્સ સંભાળશે. ટાસ્ક ફોર્સ દર પહેલા અને બીજા અઠવાડિયે વરસાદ બાદ સાબરમતી નદીની મુલાકાત કરશે.

આ સાથે AMCની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જે ઔદ્યોગિક એકમો ગેરકાયદેસર રીતે પ્રદુષણ ફેલાવે છે, એમને રોકવા અને યોગ્ય કાર્યવાહી કરવી છે. જીપીસીબી દ્વારા ઓનલાઈન એફલૂએન્ટ મોનીટરીંગ સિસ્ટમ થકી નજર રાખવામાં આવશે. ટ્રાફિક પોલીસને પણ સૂચના અપાઈ છે કે કેમિકલ ટેન્કર જે ગેરકાયદેસર ડિસ્ચાર્જ કરે એમનું ચેકીંગ કરવું.

જે પણ કોઈ ઔદ્યોગિક એકમો ગેરકાયદેસર રીતે નુકસાનકારક કેમિકલ ડિસ્ચાર્જ કરતા હોય એમના કનેક્શન સીલ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે પી.એચ. માપવાની કામગીરી કરવાની રહેશે. એક મહિનામાં AMC દ્વારા બધા જ એવા ડિસ્ચાર્જ થતા પોઇન્ટ્સને આઈડેન્ટિફાઈ કરવા હતા. એક મહિનામાં જીપીસીબી દ્વારા વેસ્ટ વોટરનું ક્વોલિટી ચેક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

(10:33 pm IST)