Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા ત્રણ સ્નિફર ડોગ નિવૃત થતા ભવ્ય વિદાય સમારોહ યોજાયો

એરપોર્ટના સીએઓ અને CISFના ડેપ્યુટી કમાન્ડ રવિન્દ્રસિંગ હાજર રહ્યા હતા

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા ત્રણ સ્નિફર ડોગ નિવૃત થતા તેનો ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો. ત્રણ ડોગ નિવૃત થતા નવા ત્રણ ડોગને રાંચીમાં ખાસ તાલીમ આપી લાવવામાં આવ્યાં છે.

પ્રથમ વખત ત્રણ ડોગની ધામધૂમથી વિદાય કરવામાં આવી છે. જી હા અમદાવાદ એરપોર્ટ પર ઉત્કૃષ્ટ કામગીરી કરનાર CISFના ત્રણ સ્નિફર ડોગ નિવૃત થતા તેને ફૂલોના હાર પહેરાવી અને ગોલ્ડ મેડલ એનાયત કરી ભવ્ય વિદાય આપવામા આવી છે..જેમાં અમદાવાદ એરપોર્ટના સીએઓ અને CISFના ડેપ્યુટી કમાન્ડ રવિન્દ્રસિંગ હાજર રહ્યા હતા. નિવૃત થનાર 3 ડોગમાંથી વીની,મેપલ નામના બે ફીમેલ અને એક ઝીપ્પો મેલ ડોગ છેલ્લા 10 વર્ષથી ફરજા બજાવતા હતા. આ ડોગની દેખભાળ રાખનાર અને ડોગનુ ફુડ બનાવનાર CISFમાં કામ કરતા ખાનગી કર્મચારીઓ ડોગ લવરને આ 3 ડોગ દત્તક આપવમાં આવ્યા છે.

પ્રથમ વખત કોંકર સ્પ્રેંનીયર ડોગ એરપોર્ટ સુરક્ષા માટે લાવવામાં આવ્યુ છે. 3 ડોગ નિવૃત થતા 3 નવા ડોગને રાંચી BSFમાં ખાસ તાલીમ આપી લાવવામાં આવ્યા છે. નવા 3 ડોગમાંથી એક કોંકર સ્પ્રેંનીયર ડોગ જેનુ નામ કેન્ડી ડોગ છે. જે પ્રથમ વખત અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા માટે લાવવામાં આવ્યુ છે. આ ડોગ ખુબ નાનુ હોવાથી પ્લેનમાં સરળ રીતે કામમાં લાગે છે. જે પણ શંકાસ્પદ મુસાફર સામાન પારખવા માટે આ ડોગ તાલીમબદ્ર હોય છે. બીજા બે લેબ્રરા ડોગમાં મોલિ અને ગ્રેસી આવ્યા છે. ત્રણે નવા ડોગનુ પણ ફુલોના હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યુ હતુ. ઉલ્લેખનિય છે કે હાલ અમદાવાદ એરપોર્ટ પર લેબ્રાડોગ બ્રિડના કુલ 6 જેટલા સ્નિફર ડોગ હતા. પણ છેલ્લા 10 વર્ષથી ફરજા બજાવતા ત્રણ ડોગને તેમના કામ પરથી નિવૃત કરવામાં આવી રહ્યા છે .ત્યારે લેબ્રાડોરની બ્રીડ ધરાવતા ડોગનુ નિવૃત થવાનુ આયુષ્ય 11 વર્ષનું હોય છે.

સ્નિફર ડોગ્સને સાચવવાનો ખર્ચ બહુ મોંધો થતો હોય છે. સામાન્ય માણસની જેમ તેમનો પણ ડાયટ પ્લાન સહિત નિયમીત મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. સાથે જ રાંચી બીએસએફમાં ડોગની ખાસ તાલીમ અપાયા બાદ લાવવામાં આવે છે. જેમાં ડોગ્સ ઇમપ્રોવાઇઝડ એક્સપ્લોઝવ ડિવાઇસ (આઇઇડી) પારખવાની ખાસ પ્રકારની તાલીમ અપાય છે. છ મહિના સુઘી ખાસ પ્રકારની તાલીમ અપાય છે. જે કરન્સી કે ડ્રગ્સને પારખવા માટે ડોગ્સ તાલીમબદ્ધ હોય છે. એરપોર્ટ પરથી જતા મુસાફરોના લગેજમાં કરન્સી કે ડ્રગ્સ હોય તેની સ્પેશિયલ તાલીમ આપેલ ડોગ મુસાફર લગેજ પર જઇને બેસી જાય છે. એરપોર્ટ પર વેલટ્રેઇન્ડ ડોગ હજારો મુસાફરોની આવનજાવન વચ્ચે પણ તેને પકડી લે છે.

(11:08 pm IST)