Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમદાવાદ જિલ્લાની 42 શાળાઓમાં RO પ્લાન્ટ મામલે સવા કરોડની ઉચાપત કેસમાં આગોતરા જામીન નામંજૂર

મિર્ઝાપુર કોર્ટે નાયબ ટીડીઓ આર.સી. ઉપાધ્યાય અને કાર્યપાલક ઈજનેર મનીષા પટેલના આગોતરા જામીન નામંજૂર કર્યા: ધરપકડથી બચવા માટે આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

અમદાવાદ જિલ્લાની 42 શાળાઓમાં RO પ્લાન્ટ મામલે સવા કરોડની ઉચાપતના કેસમાં આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. મિર્ઝાપુર કોર્ટે નાયબ ટીડીઓ આર.સી. ઉપાધ્યાય અને કાર્યપાલક ઈજનેર મનીષા પટેલના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. ધરપકડથી બચવા માટે આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટ ફગાવી દીધી હતી.

આ કેસમાં બંને અધિકારીઓને ખોટી રીતે સંડોવી દેવાયા હોવાનો પક્ષ રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટે કોઈ રજૂઆતને ધ્યાનમાં રાખી ના હતી. કોર્ટ શરતી જામીન આપે તો એ શરતોનું પાલન કરવા માટે પણ તૈયાર હોવાની બાંહેધરી આપી હતી

(11:48 pm IST)