Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અત્યારે એક હજાર બાળકો સામે નવસો એક બાળકી જન્મે છે, પરીણામ શું આવશે ?

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા., ૧: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના ઉપક્રમે અહી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં બોલતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઇ શાહે જણાવ્યું હતંુ કે અત્યારે દર એક હજાર બાળકો સામે નવસો એક બાળકીઓ જન્મે છે. નવ્વાણુ બાળકીઓની ઘટ દર હજારે રહે છે. આ સ્થિતિ કેવુ સ્વરૂપ ધારણ કરશે અને તેનું પરીણામ શું આવશે?

વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલ ઉપરોકત સ્થિતિ તરફ ગંભીરતાથી લક્ષ આપવાનો અનુરોધ કરતા કુલપતિએ વિશેષમાં ઉમેરેલુ કે આ સ્થિતિ સુધારવા માટે માતાઓ મહત્વનું યોગદાન આપી શકે તેમ છે. આ માટે માતાઓ એ આહાર, વિહાર અને વિચારને સૌ પ્રથમ સુધારવા પડશે અને આપણા પરીવારમાં  તપોવન જેવું વાતાવરણ ઉભુ કરીશું તો જ માતાઓ ઉતમ લાયકને જન્મ આપી શકશે.  દરેક માતામાં તેજસ્વીતા, પ્રસન્નતા અને સર્જનશીલતા પાયાની જરૂરીયાત છે અને માતાના ર૮૦ દિવસની ગર્ભસ્થ સ્થિતિમાં આ માટેનું જરૂરી જ્ઞાન આપી  શકાય જે માટે ચિલ્ડ્રન્સ યુનિ. પ્રયત્નશીલ  છે. દરેક માતામાં એકાગ્રતા આવે તે માટે ચિલ્ડ્રન્સ યુનિ. દ્વારા કેટલીક પ્રવૃતીઓ કરવામાં આવે છે. (૧) શુભેચ્છક મંડળ (ર) સંશોધનાત્મક પ્રવૃતિઓ (૩) તપોવન કેન્દ્ર (૪) શિશુ પરામર્શન કેન્દ્ર જેવી પ્રવૃતિઓનો સમાવેશ આમા થાય છે અને તેના પરીણામ સ્વરૂપે દિવ્ય, તેજસ્વી, ગુણવાન બાળકના જન્મની શકયતા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જન્મથી જ બાળકની રોગપ્રતિકારક શકિત વધે છે. વિજ્ઞાનમાં શ્રધ્ધા જન્મે અને અંધશ્રધ્ધા દુર થાય છે. બાળકની યાદશકિત અને ગ્રહણશકિત શ્રેષ્ઠ હોય છે. આવા વિવિધ લાભો તપોવન કેન્દ્રના બતાવ્યા હતા.

આશરે ર૦૦ બહેનોની હાજરીવાળા આ કાર્યક્રમમાં અલગ-અલગ ક્ષેત્રની બહેનોએ આ કાર્યક્રમનો રસપુર્વક લાભ લીધો હતો અને તપોવનની બહેનોએ સ્વાનુભવો પણ જણાવ્યા હતા. 

(12:09 pm IST)