Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કપડવંજના કાવઠ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 4 લોકોના કમકમાટીભર્યા મોત: એક ઘાયલ

અમદાવાદ : રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, તેવામાં આજે ખેડામાં માર્ગ અકસ્માત થયો છે. કપડવંજના કાવઠ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલને વાત્રકની હોસ્પિટલમાં ખસેડાયો છે.

(12:44 pm IST)