Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ટેકાના ભાવે મગફળી વેચવા માટે પ્રથમ દિ' એ બપોર સુધીમાં ૧૭ હજારથી વધુ નોંધણી

તલાટીઓ-કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાલની અસર ન હોવાનો દાવો

રાજકોટ તા. ૧ : રાજય સરકાર દ્વારા નાગરીક પુરવઠા નિગમના માધ્યમથી ટેકાના ભાવે વિવિધ ખેત ઉપન્ને ખરીદવા આજથી ઓનલાઇન નોંધણી શરૂ થઇ છે. પંચાયત તલાટીઓ અને ગામડાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા કર્મચારીઓની હડતાલની નોંધણી પર કોઇ આડઅસર ન હોવાનો સરકારી સુત્રોનો દાવો છે. સતાવાર વર્તુળમાં જણાવ્યા મુજબ આજે બપોર સુધીમાં મકાઇ માટે ૩૧ ડાંગર માટે ૧૦પ અને બાજરા માટ ૧૪ ખેડુતોની નોંધણી થઇ છે. મગફળી માટે બપોરે ૧ર વાગ્યા સુધીમાં ૧૭૩૬પ ખેડુતોની નોંધણી થઇ ચુકી છે.તા.૩૧સુધી મગફળીન નોંધણી ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૪.૭૦ લાખ ખેડુતોએ ઓનલાઇન નામ નોંધાવેલ જેમાંથી ૧.૯ લાખ ખેડુતોએ મગફળી વેંચી હતી.

(3:54 pm IST)