Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીનો અનોખો અંદાજ જોવા મળ્‍યોઃ ચપ્‍પલ ઉપાડીને લાવનાર યુવકને પગે લાગ્‍યા અને કહ્યુ કે ભગવાન અને મા-બાપને પગે લાગવાનું હોય પરંતુ મારા પગરખા ઉઠાવ્‍યા એટલે કહું આદર સાથે પગે લાગ્‍યો

જન આર્શિવાદ યાત્રાના બીજા દિવસે બાઇક રેલી સાથે પરિભ્રમણ

Photo: 01

પાદરા: નેતાઓની ખુશામત કરતા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. પરંતુ ગુજરાતની નવા સરકારના મંત્રીઓની વાત જ અલગ છે. વડોદરામાં ગુજરાતના મહેસૂલ મંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો. સાથે જ તેમણે જે કર્યુ, તેની વાહવાહી થવા લાગીય

મહેસૂલ મંત્રી યુવકના પગે લાગ્યા

મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા. સ્મામીનારાયણ ભગવાનના દર્શન કરી જન આશીર્વાદ યાત્રાના બીજા દિવસનો પ્રારંભ કર્યો. જેમાં ગુજરાતના નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હાજરી આપી હતી. બાઈક રેલી સાથે આવી પહોંચેલા રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું સ્વાગત કરાયુ હતું. પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે સભા યોજાઈ હતી. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેજ પરથી ઉતરીને પ્રેક્ષક ગેલરીમાં પહોંચ્યા હતા. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી તેમના પગરખાં ઉપાડનાર યુવકના પગે લાગ્યા હતા.

શુ ઘટના બની હતી

મંદિરમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કોઠારી સવામીના આશીર્વાદ લીધા હતા, ત્યાર બાદ તેમના રૂમમાંથી બહાર નીકળ્યા હતા. બહાર આવતા જ તેમણે જોયુ કે તેમણે પગરખા તો ક્યાંક બીજે ઉતાર્યા હતા, પણ હાલ રૂમની બહાર મૂકાયા હતા. તેથી તેમણે સવાલ કર્યો કે પગરખાં અહીંયા કોણ લાવ્યું? ત્યારે સ્વામીનારાયણ મંદિરમાં સેવા બજાવતા યુવક ધીરજ બ્રહ્મભટ્ટે આ કામગીરી કરી હોવાનુ જાણવા મળ્યું. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ યુવકના પગે લાગ્યા હતા. આમ, તેમણે સજ્જનતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, આ ક્ષણે બંને ભાવુક થયા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભગવાન અને માં બાપના પગે લાગવાનું હોય પણ મારા પગરખાં યુવકે ઉઠાવ્યા એટલે આદર સાથે હું એના પગે લાગ્યો હતો.

મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રાનો આજે બીજો દિવસ છે. તેમણે અટલાદરા સ્વામિનારાયણ મંદિર દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી હતી. જેમાં પાદરા, કરજણ, ડભોઈ અને વડોદરા તાલુકામાં જન આશીર્વાદ ફરી હતી. પાદરા, કરજણ, ડભોઈમાં યુવા મોરચા દ્વારા બાઈક રેલી પણ યોજાઈ હતી.

(5:09 pm IST)