Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ડિલિવરીના બે પાર્સલની ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના સરથાણા જકાતનાકા સ્થિત વિકાસ શોપરમા ડિલિવરી માટે ઓનલાઈન પ્રોડક્ટની ડિલિવરી કરતા લબરમૂછીયાએ ઉતારેલા રૂ.45 હજારની મત્તાના બે પાર્સલ કોઈક માત્ર અડધો કલાકમાં નજર ચુકવીને ચોરી ફરાર થઈ ગયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં ડિંડોલી સાંઈ પોઈન્ટ ઠાકુરનગર ઘર નં.303 માં રહેતો 19 વર્ષીય ક્રુણાલ રાજેશ્વરીપ્રસાદ દુબે પુણા પાટીયા જીવાબા ફાર્મની બાજુમાં અક્ષ એન્ટરપ્રાઈઝમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. ગત 24 સપ્ટેમ્બરની બપોરે 2.30 વાગ્યે તે સાથે કામ કરતા શિવમ પાંડે ( રહે.લક્ષ્મીનગર વિભાગ 1, ડિંડોલી, સુરત ) સાથે સરથાણા જકાતનાકા ભગવાનનગર ચોકડી પાસે વિકાસ શોપરમા ડિલિવરી માટે ગયો હતો. ત્યાં 104 વસ્તુઓ સાથેના રૂ.45 હજારની મત્તાના બે મોટા બોક્સ પાર્કીંગમાં ઉતારી શિવમને તે લઈ જવા કહી કૃણાલ કામરેજ રોડ સ્કાયવ્યુ મોલમાં ડિલિવરી માટે ગયો હતો.

અડધો કલાકમાં શિવમે તેને ફોન કરી ડિલિવરી માટે ઉતારેલા બંને પાર્સલ ચોરાયાની જાણ કરતા કૃણાલે વિકાસ શોપરમા જઈ તપાસ કરી તો ત્યાં પાર્સલ મળ્યા નહોતા. આથી છેવટે ગતરોજ કૃણાલે સરથાણા પોલીસ મથકમાં પાર્સલ નજર ચુકવી ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

(5:45 pm IST)