Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સુરત :કાપડના વેપારીના પુત્રને ચરસ સપ્લાય કરનાર ત્રણ નરાધમોને હિમાચલથી ઝડપવામાં આવ્યા

સુરત: ભટાર રોડ રૂપાલી નહેર પાસેથી 488 ગ્રામ ચરસના જથ્થા સાથે કાપડ વેપારીના પુત્ર અને હિમાચલ પ્રદેશના ડ્રગ પેડલરને ઝડપી પાડવાના પ્રકરણમાં ખટોદરા પોલીસે હિમાચલના ત્રણ ડ્રગ સપ્લાયરને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે.

સુરત એસઓજીએ ભટાર રોડ રૂપાલી નહેર નજીક મંગલમ ફ્લેટ્સની સામે પટેલ ઓપ્ટીકલ નજીક વોચ ગોઠવી મોપેડ નં. જીજે-5 એફએ-9952 ના ચાલક રાહુલ બાંસુકીનાથ બંકા (ઉ.વ. 32 રહે. એ 25 સ્વામી ગુણાતીતનગર સોસાયટી, રૂપાલી નહેર, ભટાર) અને હુકમરામ નરોત્તમ (ઉ.વ. 47 રહે. ઢીંગલી ગામ, તા. બાલીચોકી, જિ. ભંડી, હિમાચલ પ્રદેશ) ને ઝડપી પાડી 488 ગ્રામ ચરસનો જથ્થો કિંમત રૂ. 2.44 લાખ કુલ રૂ. 3.06 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ પ્રકરણમાં ખટોદરા પોલીસે હિમાચલ પ્રદેશ ખાતેથી રૂપલાલ ગુરવક્ષ ભારદ્વાજ (ઉ.વ. 64 રહે. ચલાલ, થાના. મનીકરણ, જિ. કુલ્લુ, હિમાચલ પ્રદેશ), પીરસીંગ લાલદાળ ચૌહાણ (ઉ.વ. 42 રહે. થાથી, થાના. બાલા ચૌકી, જિ. સિમલા, હિમાચલ પ્રદેશ) અને મોતીરામ રવારૂ ચૌહાણ (ઉ.વ. 58 રહે. જબ્બલ, થાના. ચીરગાંવ, જિ. સિમલા, હિમાચલ પ્રદેશ) ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

(5:46 pm IST)