Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સગીરાની છેડતી મુદ્દે મામલો બિચક્યો

વડોદરા:શહેરના પાણીગેટ રાણાવાસ વિસ્તારમાં સગીરાની છેડતી મુદ્દે મામલો બીચકતા બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા  જોકે પોલીસે પરિસ્થિતિ સંભાળી ફરિયાદના આધારે સગીર વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા માંડવી વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે રહેતી 17 વર્ષીય સગીરાને પાણીગેટ રાણાવાસ વિસ્તારમાં રહેતો સગીર યુવક અવારનવાર પીછો કરી પજવણી કરતો હતો. સગીરા રાણાવાસ નજીકથી પસાર થતી હતી તે સમયે સગીર યુવકે એકટીવા લઈને પીછો કરી મોબાઈલ નંબર માગી સતામણી કરી હતી ઘટનાની જાણ સગીરાએ પરિવારજનોને કરતા તેણે પરિવારજનો યુવકને ઠપકો આપવા પહોંચ્યા હતા જ્યાં યુવકે ઝપાઝપી  કરતા મામલો વધુ વણસ્યો હતો અને એક તબક્કે બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા જોકે સ્થળ પર સમયસર પહોંચેલી પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. વાડી પોલીસે ફરિયાદના આધારે સગીર વિરુદ્ધ છેડતી, મારામારી અને પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:48 pm IST)