Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વડોદરાના હરણી રોડ વિસ્તારમાં દહેજ પેટે પૈસાની માંગણી કરી નોકરાણી માફક વર્તન કરતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો

વડોદરા: શહેરના હરણી રોડ ઉપર આવેલી સંગમ સવાદ કોર્ટમાં રહેતી કલ્પના સોલંકી (નામ બદલ્યું છે ). તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2020 દરમિયાન તેમના લગ્ન અલ્પેશ સોલંકી ( રહે- જુનીગઢી, ભદ્ર કચેરીની પાછળ ,વડોદરા) સાથે થયા હતા. જેઓ હાલમાં કોર્પોરેશનમાં નોકરી કરે છે. લગ્ન બાદ સાસુ સસરા માનસિક ત્રાસ આપતા હતા. જે અંગે પતિને જાણ કરતાં તેણે જણાવ્યું હતું કે," આ બધું સહન કરવું પડશે તને કામવાળી તરીકે લાવ્યા છે". નણંદ અને નણદોઈ પણ મોટાભાગે અહીં જ પડી રહેતા હતા. તદુપરાંત પતિના તારાબાગ વિસ્તારમાં રહેતી કાજલ (નામ બદલ્યું છે ) નામની યુવતી સાથે પણ અનૈતિક સંબંધો છે. જે અંગે પતિને ટોકતા જણાવ્યું હતું કે, "મારા પરિવારને આ વિશે ખબર છે"." અનિતા દેખાવડી છે અને નોકરી કરે છે"." હું તેને ખૂબ પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરીશ તારામાં છે શું ?". અગાઉ અઢી લાખ ટુકડે-ટુકડે આપ્યા બાદ પણ સાસરિયાઓ વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. માંગણી નહીં સંતોષાતા પતિએ ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી અને રૂપિયાની સગવડ થાય તો જ પરત ફરવાની ધમકી આપી હતી.

(5:50 pm IST)