Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમદાવાદ :બી-સફલ ગ્રુપ પર ઇન્કમટેક્ષના દરોડામાં 20 લોકર, 1 કરોડ રોકડા અને 1 કરોડના ઘરેણાં મળ્યા

અમદાવાદના નામી બિલ્ડર ગ્રુપ બી-સફલ પર ઇન્કટેક્ષના દરોડા હજુ યથાવત

અમદાવાદ : બી-સફલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં મોટા ખુલાસો થયા છે. આવકવેરા વિભાગના સર્ચ દરમિયાન 20થી વધુ લોકર મળ્યા,  આ સાથે જ 1 કરોડ રૂપિયા રોકડા અને ઘરેથી 1 કરોડની કિંમતની જ્વેલરી પણ મળી આવી છે. બી સફલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં હજી પણ 22 માંથી 2 સ્થળો પર તપાસ ચાલુ છે.

અમદાવાદના નામી બિલ્ડર ગ્રુપ બી-સફલ પર ઇન્કટેક્ષના દરોડા હજુ યથાવત છે. બિલ્ડર ગ્રુપ પર પડેલા ઇન્કમટેક્ષના દરોડા હજુ આઠ સ્થળો પર ચાલી રહ્યા છે. ગ્રુપના પ્રમોટર રાજેશ, રૂપેશ તથા લેન્ડ બ્રોકર પ્રવિણ બારડીયાને ત્યા સર્ચ ચાલી રહ્યું છે. સતત ત્રીજા દિવસે સર્ચ દરમિયાન 15 જેટલા લોકરો મળી આવ્યા હોવાની માહિતી મળી હતી. એટલું જ નહીં 100 કરોડથી વધુની કરચોરીની થયાની આવકવેરા વિભાગને આશંકા છે.

28 સપ્ટેમ્બરના રોજ શહેરના નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. બી-સફલને ત્યાં આઇટી વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી. જેને લઈને હજુ સર્ચ ચાલી રહ્યું છે. આ સિવાય નામાંકિત બ્રોકરનું પણ નામ આ દરોડામાં હતું. તેમની દરેક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે ત્યારે શહેરમાં કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેની પ્રોસેસના ભાગ રુઓએ હાલ 8 સ્થળોએ શોધખોળ ચાલી રહી છે. આવકવેરા વિભાગની મોટી કરચોરી થયાની આશંકા છે

(8:46 pm IST)