Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ભાજપ દ્વારા ૨૦ કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન

કોર્પોરેશન ચુંટણીને લઈને ભાજપનું શક્તિ પ્રદર્શન : ભાજપની રેલીમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ, પેજ પ્રમુખો સંગઠન નેતાઓ, વિવિધ સેલના હોદ્દેદારો જોડાયા

ગાંધીનગર, તા.૧ : કોર્પોરેશન ચૂંટણીના જંગને પગલે રાજકીય વાતાવરણ જામ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પેથાપુર મહારાણા પ્રતાપ સર્કલથી કુડાસણ સરદાર ચોક સુધીના ૨૦ કિલોમીટર લાંબો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપના શક્તિ પ્રદર્શનમાં ટ્રકથી માંડીને કાર, બાઇક સહિત સેંકડો વાતાવરણની લાંબી લાઇન જોવા મળી હતી. આ શક્તિપ્રદર્શનના કારણે સમગ્ર ગાંધીનગરમાં ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાજપની રેલીમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પેજ પ્રમુખોસ સંગઠનના નેતાઓ, વિવિધ સેલના હોદ્દેદારો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. કોર્પોરેશનના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પ્રચારમાં પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી.

આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસનાં મતોનું વિભાજન કરીને બંન્ને પાર્ટીઓને નુકસાન પહોંચાડી શકે, આપ માટે અંડર કરંટ હોવાનું સામે આવ્યા બાદ ભાજપમાં હડકંપ મચી ગયો હતો. નવા ભળેલા ૧૮ ગામડાઓ પર તમામ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા પોતાના તમામ મશીનરી કામે લગાડી દેવામાં આવી હતી. ભારે વિરોધ વચ્ચે કોર્પોરેશનને સમાવી અત્રે મતદારો મહત્વના બની ગયા છે. જેના પગલે AAP અને કોંગ્રેસ આજે ભાજપે પણ પોતાની રેલીની શરૂઆત પેથાપુરથી જ કરી હતી.

ભાજપે કોર્પોરેશનની ૧૧ બેઠક પર ૪૪ સીટ જીતના દાવા સાથે પ્રચાર કરીને તમામ મશીનરી કામે લગાડી દીધી છે. પ્રદેશ અધ્યક્ષે સી.આર પાટીલને કહ્યું કે, ભાજપ કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે. લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રજાની વચ્ચે રહેતી હોય છે. ગાંધીનગરની કુલ વસ્તીના પ્રમાણમાં વિકાસ થઇ રહી છે. ગાંધીનગરના મતદારોને પણ ખ્યાલ છે. આ ચૂંટણીમાં પણ પૂર્ણ બહુમતીથી જીત મેળવીશું. મુખ્યમંત્રી અને સીઆર પાટીલે ફુગ્ગા ઉડાવીને રેલીનો પ્રારંભ કરાવ્યો હતો.

(9:11 pm IST)