Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજપીપળાની ડભોઇ પરીક્ષા આપવા ગયેલી યુવતિ ગુમ થતા પિતાએ પોલીસની મદદ માંગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રાજપુતનગર સોસાયટી માં રહેતી અને ડભોઇ પરીક્ષા આપવા ગયેલી યુવતી ઘરે પરત ન આવતા પિતાએ રાજપીપળા પોલીસમાં જાણ કરી છે.
મળતી માહિતી મુજબ રાજપીપળા રાજપુતનગર સોસાયટીમાં રહેતી નિધિ કુવરબા દિલીપસિંહ ઝાલા (ઉ.વ.૨૧ ) ગત તા.૨૭/૦૯/૨૦૨૧ ના રોજ સવારના સાડા છ એક વાગ્યાના અરસામાં ડભોઇ ખાતે સાયન્સ કોલેજમાં એટીકેટીની પરીક્ષા આપવા જવા માટે ડભોઈ રાજપીપલાની બસમાં બેસી ગયા બાદ પરત ઘરે ન આવતા પિતાએ આજુબાજુ તથા સગા સંબધીઓના ઘરે તથા તેના મિત્રોને ત્યાં તપાસ કરતા તે આજદિન સુધી ન મળતા પિતાએ રાજપીપળા પોલીસમાં જાણ કરી છે.

(10:12 pm IST)