Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોટીભમરી ગામના પંપીગ પ્લાન્ટમાંથી રૂપિયા 80,000 ની લોખંડની કપલીનોની ચોરી થયા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામમાં આવેલા પંપીગ પ્લાન્ટ માંથી કપલીન ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા.૦૪/૦૯/૨૦૨૧ એ રાત્રી દરમ્યાન કોઇપણ સમયે મોટીભમરી પંપીગ પ્લાન્ટ ખાતે લોખંડની કપલીનો ભરેલ બે થેલી કીમત રૂપીયા આશરે ૮૦,૦૦૦ જેટલો મુદ્દામાલ કોઈ અજાણ્યા ચોર એ ચોરી કરી લઈ જતા પ્લાન્ટના સિક્યુરીટી ગાર્ડ મહેંદ્રભાઈ ખાનસિંગભાઈ વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશન માં ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:17 pm IST)