Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફાયર NOC ના અભાવે 11 નંબરની ઓપીડી સીલ કરાતા દર્દીઓની મુશ્કેલી વધી

રાજપીપળા સિવિલ માં જનરલ દર્દીઓને તપાસવાનો રૂમ પાલિકાએ કેમ શીલ માર્યો..? ફાયર સેફટીનો અભાવ હતો તો સુપ્રીટેન્ડન્ટ ની કચેરી શીલ કરવી જોઈતી હતી: 2 વર્ષથી અમે ફાયર NOC ની પ્રોસેસ કરી રહ્યાં છે પણ બિલ્ડીંગ જ એવી છે તો અમે શું કરીએ: ડો.જ્યોતી ગુપ્તા

ફોટો noc
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સુરતના એક ટ્યુશન કલાસ અને હાલ કોરોના કાળમાં હોસ્પિટલોમાં અગ્નિકાંડની ઘટના બાદ તમામ જગ્યાએ ફાયર NOC ફરજીયાત હોવી જોઈએ એ બાબતે સરકાર કડક બની છે.થોડા દિવસ પેહલા જ રાજપીપળા નગરપાલિકાએ ફાયર NOC ન હોવાથી શહેરની 3 શાળાઓ સીલ મારતા ખળભળાટ મચ્યો હતો.ત્યારે હાલમાં રાજપીપળા પાલિકા એ સિવિલ હોસ્પિટલની ઓપીડીને ફાયર NOC ના અભાવે સીલ મારી છે.ત્યારે જગ્યાના અભાવે જનરલ દર્દીઓ ને ક્યાં તપાસવા એ સવાલ ઉભો થતા આજે 11 નમ્બર ના રૂમમાં ચાલતી ઓપીડી ના દર્દીઓ ને સિલ મારેલા રૂમની બહાર ડોકટરો તપાસ કરતા જોવા મળ્યા હતા.
આ મામલે રાજપીપળા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.જ્યોતી ગુપ્તાએ જણાવ્યું હતું કે એક વર્ષથી અમે ફાયર NOC ની પ્રોસેસ કરી રહ્યાં છે પણ બિલ્ડીંગ જ એવી છે તો અમે પણ શું કરી શકીએ,આજે ઓપીડી ના દર્દીઓને રૂમની બહાર ડોકટરો તપાસે છે પરંતુ એકાદ રૂમ સેટ કરી ઓપીડી નું કામ કરાશે.

(10:19 pm IST)