Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજ્યમાં મગફળીનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન : પ્રથમ દિવસે ઓનલાઇન 33,324 રજિસ્ટ્રેશન : આગળનો રેકોર્ડ તોડ્યો

ગીર સોમનાથ 18,073 રજિસ્ટ્રેશન, રાજકોટમાં 6868 રજિસ્ટ્રેશન, સાબરકાંઠામાં 2514 રજિસ્ટ્રેશન, જૂનાગઢમાં 2511 રજિસ્ટ્રેશન, અરવલ્લીમાં 1118 રજિસ્ટ્રેશન, અને સુરેન્દ્રનગરમાં 959 રજિસ્ટ્રેશન થયું

અમદાવાદ : રાજ્યમાં મગફળીનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું, આજથી શરૂ થયેલા આ ટેકાના ભાવ માટે સૌથી વધુ 33,324 ખેડૂતોએ રાત્રે આઠ વાગ્યા સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી આગળનો રેકોર્ડ તોડ્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં 18,073 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું જ્યારે સૌથી ઓછું બોટાદમાં 2 ખેડૂતોએ ક મગફળીના ટેકાના ભાવ માટે રજિસ્ટ્રેશન કરાયું છે. લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે અને આજથી એટલે કે 1 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

કયા કેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા? એ જોઈએ તો ગીર સોમનાથ 18,073 રજિસ્ટ્રેશન, રાજકોટમાં 6868 રજિસ્ટ્રેશન,સાબરકાંઠામાં 2514 રજિસ્ટ્રેશન,જૂનાગઢમાં 2511 રજિસ્ટ્રેશન, અરવલ્લીમાં 1118 રજિસ્ટ્રેશન,સુરેન્દ્રનગરમાં 959 રજિસ્ટ્રેશન,અમરેલીમાં 514 રજિસ્ટ્રેશન, મોરબીમાં 339 રજિસ્ટ્રેશન,પોરબંદરમાં 158 રજિસ્ટ્રેશન,ગાંધીનગરમાં 120 રજીસ્ટ્રેશન,દેવભૂમિ દ્વારકામાં 86 રજીસ્ટ્રેશન,જામનગરમાં 44 રજીસ્ટ્રેશન,બનાસકાંઠામાં 10 રજિસ્ટેશન,ભાવનગરમાં 8 રજિસ્ટ્રેશન અને બોટાદમાં 2 રજિસ્ટ્રેશનથયા છે

(11:42 pm IST)