Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર

પહેલી ઓક્ટોબરથી અમદાવાદ રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ લાગુ:જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

અમદાવાદ : પહેલી ઓક્ટોબરથી અમદાવાદ રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવ્યું. જેના કારણે અમદાવાદ મંડળના જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેમાંની કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

પ્રારંભિક સ્ટેશનથી સમય પહેલાં ઉપડનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 22185 અમદાવાદ-પુણે એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 20:20 કલાકને બદલે 20:15 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 11049 અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 20:20 કલાકને બદલે 20:15 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 19418 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 23.35 કલાકને બદલે 23:10 કલાકે ઉપડશે
  3. ટ્રેન નંબર 16335 ગાંધીધામ – નાગરકોઈલ એક્સપ્રેસ ગાંધીધામથી 10:45 કલાકને બદલે 10:35 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 11091 ભુજ – પુણે એક્સપ્રેસ ભુજથી 13:25 કલાકને બદલે 13:15 કલાકે ઉપડશે.

પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09370 પાટણ – સાબરમતી સ્પેશિયલ 12:10 કલાકને બદલે 12:35 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 04:55 કલાકને બદલે 05:00 કલાકે ઉપડશે.
  3. ટ્રેન નંબર 09328 અમદાવાદ – વડોદરા સ્પેશિયલ 08.05 કલાકને બદલે 08:25 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 69192 ગાંધીનગર – આણંદ પેસેન્જર 07.20 કલાકને બદલે 07.45 કલાકે ઉપડશે.
  5. ટ્રેન નંબર 19119 અમદાવાદ – સોમનાથ એક્સપ્રેસ 10:45 કલાકને બદલે 10:50 કલાકે ઉપડશે.
  6. ટ્રેન નંબર 12937 ગાંધીધામ – હાવડા એક્સપ્રેસ 18:10 કલાકને બદલે 18:15 કલાકે ઉપડશે.
  7. ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ 21:40 કલાકને બદલે 21.55 કલાકે ઉપડશે.
  8. ટ્રેન નંબર 74842 ભીલડી-જોધપુર પેસેન્જર 14:35 કલાકને બદલે 14:45 કલાકે ઉપડશે.
  9. ટ્રેન નંબર 09543 અસારવા – ડુંગરપુર સ્પેશિયલ 10.00 કલાકને બદલે 10.05 કલાકે ઉપડશે

ટ્રેન નંબર 14707/08ના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર

•ટ્રેન નંબર 14707 બીકાનેર-દાદર એક્સપ્રેસ પાલનપુર સ્ટેશન પર 19:18 કલાકને બદલે 23:30 કલાકે, મહેસાણા 20:29 કલાકને બદલે 00.35 કલાકે, કલોલ 21:15 કલાકને બદલે 01:20 કલાકે, સાબરમતી 22.01 કલાકને બદલે 01.41 કલાકે તથા અમદાવાદ સ્ટેશન પર 22.50 કલાકને બદલે 02.30 કલાકે પહોંચીને થી દાદર માટે પ્રસ્થાન કરશે.

•ટ્રેન નં.14708 દાદર-બીકાનેર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર 21:40 કલાકને બદલે 01:10 કલાકે, સાબરમતી 22:16 કલાકને બદલે 00.38 કલાકે, કલોલ 22:35 કલાકને બદલે 00.55 કલાકે, મહેસાણા 23 :24 કલાકના બદલે 01.40 તથા પાલનપુર 00.50 કલાકને બદલે 03.45 કલાકે પહોંચીને બીકાનેર માટે પ્રસ્થાન કરશે.

(12:04 am IST)