Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

‘કેન્‍દ્ર'માં રહેલા ગુજરાતી મંત્રી પરસોતમ રૂપાલાનો જન્‍મદિન

રાજકોટ : ભારત સરકારના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્‍સ્‍યોદ્યોગ વિભાગના પ્રતિભાવંત પ્રધાન શ્રી પરસોતમ રૂપાલાનો જન્‍મ તા. ૧ ઓકટોબર ૧૯પ૪ ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૬૯ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ અગાઉ કૃષિ રાજયમંત્રી હતા.
શ્રી પરસોતમ રૂપાલાએ કારકિર્દીના આરંભે અમરેલી જિલ્લાની હામાપુર ગામની શાાળાના આચાર્ય તરીકે ફરજ બજાવેલ. હામાપુરથી રાજકારણમાં સામાપુર તરી ગયા છે. એક સમયે તેઓ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા. ભાજપના રંગે રંગાયા પછી પ્રદેશ પ્રવકતા, મહામંત્રી અને પ્રમુખ, રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ સુધીના ચાવીરૂપ સ્‍થાનો સંભાળ્‍યા છે. રાજયમાં ખેતીવાડી અને પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી તરીકેની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે. રાજય સભાના સભ્‍ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. સાહિત્‍ય અને સમાજ જીવનના પ્રવાહોમાં ઉંડો રસ ધરાવે છે. તળપદી શૈલીના લોકપ્રિય વકતા હોવાથી વિવિધ ચૂટણીઓમાં ભાજપ સ્‍ટાર પ્રચારક તરીકે છવાઇ જાય છે. હાજર જવાબી પણુ તેમની આગવી ઓળખ છે. આજે જન્‍મદિને વાદલડી વરસી રે, શુભેચ્‍છાના સરોવર છલી વળ્‍યા...
(મો. ૯૮રપ૩ ર૬૬૬૦ નવી દિલ્‍હી)

 

(11:14 am IST)