Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વડોદરાના તરસાલી વિસ્તારમાં આધેડને ટ્રક ચાલકે ટક્કર મારતા આધેડે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડોદરા: તરસાલી બાયપાસ પાસે સ્કૂટર લઇને જતા આધેડને ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.જે અંગે મકરપુરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

તરસાલી બાયપાસ ધનિયાવી રોડ  પર આદર્શ નગરમાં રહેતા મુસ્તાકભાઇ રૃસ્તમભાઇ નકુમ (ઉ.વ.૪૦) ગઇકાલે સવારે સ્કૂટર લઇને  ઘરેથી નીકળ્યા હતા.નેશનલ હાઇવે ૪૮  પર તરસાલી બ્રિજની આગળ અમદાવાદથી સુરત તરફ જવાના રોડ  પર ગિરનાર હોટલની સામેથી તેઓ પસાર થતા હતા.તે દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને અડફેટે લેતા રોડ પર ફંગોળાયા હતા.ટ્રકના તોતિંગ પૈંડા તેમના માથા પર ફરી વળતા સ્થળ પર જ તેઓનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.અકસ્માત પછી ટ્રક રોડની બાજુના કાંસમાં પડી ગઇ હતી.જે અંગે મુસ્તાકના ભાઇ સલિમભાઇએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:58 pm IST)