Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

અમદાવાદના કુબેનગર વિસ્તારમાં વારંવાર દુષ્કર્મ આચાર્ય બાદ યુવકે લગ્ન કરવાની ના કહેતા યુવતીએ પોલીસનો સહારો લીધો

અમદાવાદ: કુબેનગર વિસ્તારમાં રહેતી યુવતીને પરિણિત ડ્રાઇવર સાથે પ્રેમ કરવાનો ભારે પડયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છૂટાછેડા આપવાની વાત કરીને યુવકે વારંવાર દુષ્કર્મ આચરતાં યુવતીએ ત્રણ વખત ગર્ભપાત કરાવ્યો હતો અને તાજેતરમાં લગ્નનો ઇન્કાર કરીને યુવતીને માર મારીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી  છે કે કુબેનગર વિસ્તારમાં રહેતી યુવતીએ નોબલનગરમાં રહેતા ચવાજી શંકરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી બે વર્ષ પહેલા નરોડા વિસ્તારમાં પાણીની બોટલો ભરવાની નોકરી કરતી હતી  આ સમયે જ્યાં આરોપી પાણીની બોટલો લાવવા લઇ જવા માટે વાહન લઇને આવ્યો હતો તેની સાથે ઓળખાણ થતાં અવાર નવાર વાતો કરીને હસી મજાક કરતી હતી. જે તે સમયે યુવકે હું તને પ્રેમ કરું છું  અને તારી સાથે લગ્ન કરીશ તેવી વાત કરી હતી બીજીતરફ યુવતીને પણ યુવક પસંદ હોવાથી બન્ને પ્રેમમાં પડયા હતા. જેથી બન્ને અવાર નવાર હોટલમાં જતા અને શારિરિક  સબંધ બાંધ્યો હતો. તાજેતરમાં યુવકે યુવતીને ઘરે બોલાવી હતી અને હું પરિણિત છું મારી પત્નીને છૂટાછેડા આપવાનો નથી અને તારી સાથે લગ્ન નહી કરું તેમ કહીને યુવતીને માર માર્યો હતો, યુવતીને સારવાર માટે ખાનગી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીએ યુવક સામે  ફરિયાદ કરતા  સરદાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)