Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જેલ આધુનિકરણ સ્કીમ આગળ વધી, મહિલાઓ માટે મહેસાણામાં જેલનું ઉદ્ઘાટન

ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ તથા જાણીતા શિક્ષણવિદ ડો.ઈન્દુ રાવના હસ્તે શુભારંભ

રાજકોટ, તા.૧:  ગુજરાત રાજ્યની જેલ આધુનિકરણ તથા કેદીઓને આત્મ નિર્ભર બનાવવા માટે ગુજરાતની જેલોમાં ચાલતા પ્રયાસોની રાષ્ટ્રિય લેવલે તથા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા લેવાયેલ નોંધ અને તેમના વિશેષ સહયોગ દ્વારા ચાલતા અભિયાન અંતર્ગત વિશેષ એક છોગું ઉમેરાયું છે.                     

મહેસાણા ખાતે નવ નિર્મિત મહિલા જેલની સાથોસાથ પુરૂષો માટે પણ અલગ પુરુષ જેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.                         

આ જેલનું ઉદઘાટન ગુજરાતના જેલ વડા સિનિયર આઇપીએસ ડો.કે.એલ.એન.રાવ તથા જાણીતા મહિલા શિક્ષણશાસ્ત્રી ડો.ઇન્દુ રાવ હસ્તે કરવામાં આવ્યું હતું.                

અત્રે યાદ રહે કે સુરત સહિત ગુજરાતની વિવિધ જેલોમાં વિવિધ ઉધોગ ધમધમી રહ્યા છે, નવાઇની વાત એ છે કે  લોકડાઉન દરમિયાન પણ જેલ ઉદ્યોગ ઉત્પાદિત વસ્તુઓમાં મંદી આવવાને બદલે ટર્ન ઓવર જાળવવા સાથે તિજોરીઓ ભરપૂર રહી હતી. કોરોના લેવલે થયેલ અદભૂત કામગીરી બદલ દેશભરમાં ગુજરાત જેલ તંત્રે એવોર્ડ પણ મેળવ્યો છે.

(2:52 pm IST)