Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સોલ્ટ ટેબલેટ દ્વારા સમગ્ર વિશ્વને મળી રહ્યું છે શુધ્ધ પાણી

કચ્છના ત્રણ મેન્યૂફેકચરર્સ ચીનને આપી રહ્યા છે ટકકર

અમદાવાદઃ ગુજરાતમાં નિર્મિત સોલ્ટ ટેબલેટથી સમગ્ર વિશ્વમાં શુદ્ધ પાણી મળી રહ્યું છે. એટલું જ નહીં આ ક્ષેત્રમાં ચીનને ભારત ટકકર આપી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર દેશમાં માત્ર ગુજરાતના કચ્છમાં ત્રણ મેન્યુફેકચરર્સ સોલ્ટ ટેબલેટ (સોડિયમ કલોરાઈડ ટેબલેટ)નું નિર્માણ કરી રહી છે. કચ્છના આ ત્રણ મેન્યૂફેકચરર્સ દર વર્ષે ૭૦૦૦ ટન ટેબલેટની નિકાસ કરે છે. કોરોના બાદ ઘરેલુ બજારમાં પણ તેની માંગ વધી છે. કોરોના પહેલા સોલ્ટ ટેબલેટની કાંઈ ખાસ માંગ હતી નહીં.

મધ્ય પૂર્વ, યૂરોપમાં ઘણી માંગ છે. સોલ્ટ ટેબલેટનો ઉપયોગ હાર્ડ વોટરને સોફ્ટ કરવા માટે કરવામાં આવે છે. સાઉદી અરબ, દુબઈ, બેહરિન, કત્તર સહિત મધ્યપૂર્વના દેશોની સાથે-સાથે બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઈટાલી સહિત યૂરોપીય દેશોમાં ઘરો અને હોટલ્સમાં વોટર ફિટેડ મશીનમાં આ ટેબલેટ ઉમેરવામાં આવે છે. માંસ, મચ્છીને વધુ સમય માટે રાખવા માટે આની જરૂરતત પડે છે.

ભારતમાં બનેલ ટેબલેટ સસ્તી

ભારતમાં બનેલ સોલ્ટ ટેબલેટની કિંમત લગભગ ૬ રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે ચીનમાં બનતી આ ટેબલેટની કિંમત ૯ થી ૧૦ રૂપિયા પ્રતિ કિલો છે. ભારતનો સામાન સસ્તો બને છે. ટેબલેટ ૭થી ૧૫ ગ્રામ વજનની હોય છે.

મીઠાથી બને છે ટેબલેટ

યૂરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ અમેરિકાના દેશોમાં પાણીમાં ખનિજો વધુ સાંદ્રણ હોય છે. ઉચ્ચ ગુણવત્તા વાળા મીઠાથી આ ટેબલેટ બનાવવામાં આવે છે. ધીરે-ધીરે હવે દક્ષિણ અમેરિકામાં પણ તેની માંગ વધવા લાગી છે. હાલ મધ્યપૂર્વમાં વધુ માત્રામાં નિકાસ થઈ રહ્યો છે.

કચ્છનું મીઠુ સમગ્ર વિશ્વમાં સૌથી શુદ્ધ

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ શુદ્ધ મીઠુ (૯૯ ટકા) કચ્છમાં મળે છે. વર્ષ ૨૦૦૮માં ભારતમાં આ ટેબલેટનું નિર્માણ શરૂ થઈ ગયું હતું. હવે તેમાં ધીરે-ધીરે સમગ્ર વિશ્વમાં માંગ વધી રહી છે. આ ક્ષેત્રમાં આપણે ચીનને ટક્કર આપી રહ્યા છીએ.

હાર્ડ વોટરથી ચામડીના રોગની ફરીયાદ

હાર્ડ વોટરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમની માત્રા વધુ હોય છે. જેને કારણે ચામડીના રોગ, પથરી ઉપરાંત વાળ ઉતરવા તથા શરીરમાં ખંજવાળ વગેરેની ફરીયાદ થાય છે.(

(3:36 pm IST)