Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સુરતમાં 9 વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર આરોપી શિક્ષકને અદાલતે સાત વર્ષની સજાની સુનવણી કરી

સુરત:માંગરોળ તાલુકાના વાંકલ ગામે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા તથા શિક્ષક તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય સુરેશ છગન ચૌધરી વિરુધ્ધ તા.28-11-19ના રોજ ભોગ બનનાર ૯ વર્ષીય વિદ્યાર્થિનીના ફરિયાદી પિતાએ માંગરોળ પોલીસ મથકમાં પોક્સો એક્ટના ભંગ બદલ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક બાળકીને બપોરની રિસેશના સમયે વર્ગખંડમાં ઝાડુ મારવા માટે બોલાવીને તેનો હાથ પકડીને અડપલાં કરી છેડતી કરી હતી. પરંતુ રિશેષ પુરી થતાં બીજા છોકરાઓ આવી જતાં આરોપી શિક્ષક વર્ગખંડ છોડીને બહાર જતા રહ્યા હતા. માંગરોળ પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.

કેસ કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે બનાવ સમયે 116 વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હોવા છતાં તેમને સાક્ષી તરીકે તપાસ્યા ન હોવાનો તેમજ ભોગ બનનાર, તેના માતા-પિતા સિવાય અન્ય કોઈ સ્વતંત્ર કે તટસ્થ સાક્ષીને તપાસવામાં આવ્યા ન હોવાનો બચાવ લીધો હતો. તેમજ કિન્નાખોરી તથા  અદાવત રાખીને ખોટી ફરિયાદ કરાયાની રજૂઆત થઇ હતી. જેના વિરોધમાં એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે ભોગ બનનાર બાળકીનું સીઆરપીસી-164 મુજબનું નિવેદન, એક માત્ર નજરે જોનાર સાક્ષી અને ભોગ બનનારની જુબાની આધારપાત્ર છે. વધુમાં ફરિયાદી માતા-પિતાએ પણ સમર્થનકારક જુબાની આપી છે. આરોપીના બચાવપક્ષે ડીફેન્સનો પુરાવો આપવાનો હક બંધ થયા પછી ખોલવાનો  પ્રયત્ન થયો નથી.

(5:43 pm IST)