Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સમગ્ર વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધોળકાના ચલોડા ખાતે સમૂહલગ્ન યોજાયા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડા ગામમાં સમગ્ર વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમૂહલગ્ન કાર્યક્રમમાં જોધલપીર જગ્યાના મહંત શ્રી લાલદાસ બાપુ, સતિષભાઈ વ્યાસ, ધોળકા તાલુકાના આગેવાનો, ચલોડા ગામના સરપંચ, ધોળી ગામના સરપંચ સહિત જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. (તસવીર : સની પંચાલ - ધોળકા)

(6:41 pm IST)