Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ડિસ્ટ્રિક્ટ એઈડ્સ પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ યુનિટ અમદાવાદને બેસ્ટ કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયો

ડો.કાર્તિક શાહ તથા તેમની ટીમને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા : વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ દ્વારા રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ૧ ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે  ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદ દ્વારા રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ડિસ્ટ્રિક્ટ એઈડ્સ પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ યુનિટ,અમદાવાદને બેસ્ટ કામગીરી અર્થે  ડો.કાર્તિક શાહ તથા તેમની ટીમને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે "આવો અસમાનતાનો અંત લાવીએ, એઈડ્સને નાબૂદ કરીએ અને રોગચાળાને ખતમ કરીએ" સ્લોગન દ્વારા તમામ લોકોને પ્રતિજ્ઞા અપાવવામાં આવી હતી.

(6:45 pm IST)