Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

હાઇરિસ્ક દેશમાંથી વલસાડ જિલ્લામાં આવેલા 12 લોકોને કોરોન્ટાઇન કરાયા:તંત્રની તમામ યાત્રીઓ પર બાજનજર

વલસાડ જિલ્લામાં સિંગાપોરથી 2, બ્રાઝીલથી 1, યુ.કે થી 6, બાંગ્લાદેશથી 1 અને સાઉથ આફ્રિકાથી 2 લોકો આવ્યા

વલસાડ : હાઇરિસ્ક 11 દેશમાંથી વલસાડ જિલ્લામાં 12 જેટલા મુસાફરો આવતા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્રારા હાઇરિસ્ક દેશમાંથી આવેલા 12 જેટલા મુસાફરોને કોરોન્ટાઇન કરાયા છે, આ સાથે જ તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવતા તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હાઈ રિસ્ક દેશમાંથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ કોરાંટાઇન કરવામાં આવ્યા છે. 

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ 8 દિવસ બાદ તેમનો ફરી RTPCR ટેસ્ટ કરવામાં આવશે. સાથે જો કોઈ પોઝિટિવ આવે તો તેના સેમ્પલો લઈ કયા વેરિયન્ટ વાઇરસનો શિકાર થયો છે. એ ચકાસમાં આવશે. જો તમામનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તમામને ફરજિયાત અન્ય 7 દિવસ ઓબ્ઝર્વેશન કરશે સાથે આરોગ્ય વિભાગ દ્રારા 11 હાઇરિસ્ક દેશ માંથી આવેલા લોકો પર સતત નજર રાખવામાં આવશે. 

 

વલસાડ જિલ્લામાં સિંગાપોરથી 2, બ્રાઝીલથી 1, યુ.કે થી 6, બાંગ્લાદેશથી 1 અને સાઉથ આફ્રિકાથી 2 લોકો આવ્યા છે. વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા હાઈ રિસ્ક જાહેર કરેલા દેશમાંથી આવતા તમામ યાત્રીઓ ઉપર આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.

(7:32 pm IST)