Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

આયુર્વેદિક સિરપની આડમાં શરાબનું ઉત્પાદન : FSL ના રિપોર્ટમાં ખુલાસો

વડોદરા નજીક સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પીસીબીના દરોડા : લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

વડોદરા પીસીબીએ આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પરંતુ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ હજી પોલીસ પકડથી દુર છે.

  મળતી વિગત મુજબ પી.સી.બી. દ્વારા સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ માં આયુર્વેદિક સિરપ ની આડ માં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવતી હોવાની ફેક્ટરી ઝડપી પડેલ છે , કાર્યવાહી ચાલુ માં છે . ઉપરોક્ત કેશ માં FSL ના રિપોર્ટ આધારે આયુર્વેદિક સિરપ ની આડ માં દારૂ બનાવવા માં આવતો હોવાનું પ્રકાશ માં આવેલ છે

.પીસીબીએ સ્થળ પરથી સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલિક સિરપ બનાવવામાં આવે છે.

બાતમીના આધારે પીસીબીએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી આલ્કોહોલની ગંઘ આવી રહી હતી. જેને ધ્યાને લઈ સ્થળ પર રહેલ સિરપની બોટલના માર્કા જોવામાં આવ્યા હતા. જેમાં તામામ સિપરની બોટલ પર લખવામાં આવ્યું હતું કે આ આયુર્વેદિક સિરપ છે. આ ઉપરાંત બોટલ પર કોઈ કંપનીનું નામ પણ ન હતું. આ સિરપ બનાવવાનો માલસામાન ચકાસતા તે અલગ-અલગ કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન તે કેમિકલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ ફેક્ટરી અંગે તપાસ કરતા આ ફેક્ટરી એક મહિનાથી ભાડે રાખી હોવાનું ખલ્યું હતું.

દરોડા દરમિયાન પીસીબીએ સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે સ્થળ પરથી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવ્યા છે. તેમજ આ સમગ્ર મામલે પીસીબીએ નંદેસરી પેલીસ સ્ટેશન ખાતે અરજી નોંધી આલ્કોહોલિક સિરપના કૌભાંડ સાથે સંકડાયેલ માસ્ટરમાઈન્ડની ખોજ આરંભી છે

(10:23 pm IST)