Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ : માર્કેટયાર્ડમાં બહાર પડેલું અનાજ પલળી ગયુ: લાખોનું નુકશાન

માર્કેટયાર્ડમાં ગોડાઉનના અભાવે અનાજ ખુલ્લામાં પડેલું હોવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો

અમદાવાદ : રાજયમાં કમોસમી વરસાદની માર આખરે ખેડૂતો અને વેપારીઓએ સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં રાજ્યના પડેલા કમોસમી વરસાદના પગલે દાહોદ,ઝાલોદ અને લીમડીમાં એપીએમસીમાં બહાર પડેલુ અનાજ પલળી ગયું છે. જેમાં ડાંગર, મકાઇ, સોયાબીન સહિત હજારો ક્વિન્ટલ અનાજ પલળી ગયું છે.

તેમજ માર્કેટયાર્ડમાં ગોડાઉનના અભાવે અનાજ ખુલ્લામાં પડેલું હોવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.વેપારીઓનું કહેવું છે કે 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હજુ પણ દાહોદ જિલ્લામાં વરસાદ ચાલુ હોવાથી વધારે નુકસાન થવાનો વેપારીઓમાં ભય સતાવી રહ્યો છે.

(10:26 pm IST)