Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સુરતમાં મતદાન માટે EVM ડિસ્પેચની કામગીરી : શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકોના 4 હજાર 637 કેન્દ્રો પર મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ

મતદાન મથકો પર કુલ 18 હજાર કર્મચારીઓ ફરજ બજાવશે: કુલ પૈકી 41 ટકા મતદાન મથકો સંવેદનશીલ જાહેર : વરાછામાં 199માંથી 193, કરંજમાં 176માંથી 168 અને કામરેજમાં 520માંથી 383 મથકો સંવેદનશીલ કેટેગરીમાં મુકાયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન કરાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે, સુરતમાં પણ મતદાન માટે EVM ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી. સુરત શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકોના 4 હજાર 637 કેન્દ્રો પર મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી,

 મતદાન મથકો પર કુલ 18 હજાર કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ પૈકી 41 ટકા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી વરાછામાં 199માંથી 193, કરંજમાં 176માંથી 168 અને કામરેજમાં 520માંથી 383 મથકો સંવેદનશીલ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. કુલ 1903 ક્રિટિકલ મતદાન મથક પૈકી 526 સ્થળે માઈક્રો ઓબ્ઝર્વર, લાઇવ વેબકાસ્ટિંગ તેમજ CRPF તૈનાત રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ તેમજ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે.

(8:05 pm IST)