Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાનની તૈયારી કરાઈ પૂર્ણ : મતદાન મથકો પર પહોંચ્યા ઈવીએમ

પ્રથમ તબક્કાના મતદાનમાં 788 ઉમેદવારો માટે 2 કરોડ 29 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

અમદાવાદ :  ગુજરાતમાં પહેલા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે 89 બેઠકો માટે 01 ડીસેમ્બરે મતદાન યોજાશે. જેમાં ૧૯ જિલ્લાની 89 બેઠકો માટે યોજાનારા મતદાનમાં 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાનારા મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 788 ઉમેદવારો માટે 2 કરોડ 29 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

(9:17 pm IST)