Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અમરેલીના રાજુલાના ડુંગર વિસ્તાર અને જાફરાબાદ વિસ્તારમાં અનાજની રાશન કીટના વાહનો મળ્યા

ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને અનાજ કીટ વિતરણ કરે તે પૂર્વે તંત્રએ અલગ અલગ વિસ્તારમાં વાહનો ઝડપ્યા

અમદાવાદ :  ગુજરાતમાં ચૂંટણી પૂર્વે મતદારોને આકર્ષવા પક્ષો ગેરકાયદેસર રીતે અવનવા પ્રલોભનો આપતા હોય છે. એવામાં અમરેલીના રાજુલાના ડુંગર વિસ્તાર અને જાફરાબાદ વિસ્તારમાં અનાજની રાશન કીટના વાહનો મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને અનાજ કીટ વિતરણ કરે તે પૂર્વે તંત્રએ અલગ અલગ વિસ્તારમાં વાહનો ઝડપ્યા છે. ચૂંટણી પંચ પણ સમગ્ર મુદ્દે કાર્યવાહી હાથધરી છે

  બીજી તરફ રાશન કીટના વાહનો કોંગ્રેસના હોવાનો દાવો છે. જેના પર રાજુલા ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે ગરીબ લોકોને ખરીદવા નીકળી છે.

(9:19 pm IST)