Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ભરુચની ભડકોદરામાં આવેલી પ્રાથમિક શાળામાં ઇકો ફ્રેન્ડલી બુથ બનાવાયુ

ઢોલ-નગારા સાથે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓનું ભવ્ય સ્વાગત કરાયું 

ભરૂચમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. ભડકોદરામાં આવેલી પ્રાથમિક શાળામાં બુથને ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવી હતી. ઢોલ-નગારા સાથે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે નાયબ મામલતાદારે જણાવ્યું કે કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. તો મતદાનના દિવસે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે

(9:53 pm IST)