Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે EVM-VVPET મશીનની ફાળવણી: 1359 બુથ પર 7000 થી વધુ સ્ટાફ તહેનાત

- કાયદો વ્યવસ્થા જાળવવા 7336 જવાનો શાંતિપૂર્ણ મતદાન સંપન્ન કરવા કટીબદ્ધ

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે EVM-VVPET મશીનની ફાળવણી, 1359 બુથ ઉપર 7000 થી વધુ સ્ટાફ તહેનાત

- કાયદો વ્યવસ્થા જાળવવા 7336 જવાનો શાંતિપૂર્ણ મતદાન સંપન્ન કરવા કટીબદ્ધ

- ભરૂચ જિલ્લામાં 528 મતદાન મથકો સંવેદનશીલ, 682 ઉપર વેબકાસ્ટીંગ, 5 PWD, 5 મોડલ, 35 સખી, 5 ઇકો ફ્રેન્ડલી અને એક યુવા મતદાન મથક

- બંને જિલ્લામાં મોદી-શાહ, યોગી સહિતના સ્ટાર પ્રચારકોએ ભાજપની કમાન સંભાળી

- કોંગ્રેસે સ્ટાર પ્રચારકો વિના સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર બાજી સંભાળી

- ભરૂચ જિલ્લામાં આપ ના ગાજયા મેઘ પણ પ્રચારમાં જોઈએ એટલા ન વરસા

- વાગરા, જંબુસર, ઝઘડિયા, ડેડીયાપાડા અને નાંદોદ બેઠક ઉપર જામશે ખરાખરીનો જંગ

- અંકલેશ્વરમાં ભાજપ-કોંગ્રેસના ભાઈ-ભાઈ ઉમેદવારોમાં કોનું પલળું ભારે રહે છે તેના પર નજર

- ભરૂચ બેઠક ઉપર ભાજપ કેટલી સરસાઈ મેળવી શકે છે તેના ઉપર નજર

- આપ અને અપક્ષ કોંગ્રેસ કરતા પણ સૌથી વધુ BJP માટે પાતળી સરસાઈની બેઠકો ઉપર મત તોડનાર સાબિત થશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 બેઠકો માટે 41 ઉમેદવારોનું ભાવિ મતદારોની એક આંગળી ઉપર નિર્ભર રહેલું છે.

પ્રથમ તબક્કામાં તા.1 લી ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારોને લોકશાહીને વધુ મજબૂત બનાવવા મતદાનની પવિત્ર ફરજ અચૂક અદા કરે અને જિલ્લામાં 100 ટકા મતદાન કરવા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા અને નર્મદા જિલ્લા અધિકારી સ્વેતા તિવેટિયાએ મતદારોને ખાસ અપીલ કરી છે.

(10:38 pm IST)