Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 51 મતદાન મથકો વાંસ અને પાંદડાથી બનાવાયાઃ ચૂંટણી પર્વ પર પર્યાવરણના જતનનો સંદેશ

વિશિષ્‍ટ કેટેગરીના મતદાન મથકોમાં ગ્રીન સોલાર લાઇટ, ફુવારાનો ઉપયોગ કરાયો જે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા

વલસાડઃ વલસાડ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ખાસ મતદાન મથકો ઉભા કરાયા છે. પર્યાવરણના જતનના સંદેશા સાથે 51 મતદાન મથકો ઇકો ફ્રેન્‍ડલી એટલે કે લાકડા, વાંસ અને પાંદડાના ઉપયોગ કરી બનાવ્‍યા છે.

વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર વિભાગ દ્વારા અનેક પ્રકારની નવી નવી પહેલ કરવામાં આવી છે. જેમાં મતદારો વધુ મતદાન કરે તે માટે મતદાનના દિવસે અનોખા બુથ બનાવવામાં આવ્યા છે. ત્યારે મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગ્રીન બુથ. વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક પરના કુલ 1395 મતદાન મથકોમાંથી 51 મતદાન મથકોનો વિશિષ્ટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાંચ ઇકોફ્રેન્ડલી (ગ્રીન બુથ) મતદાન મથક તૈયાર કરવામાં આવશે. અહીં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થઇ. તેમજ પાન અને લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રીન બુથમાં મતકુટીર પાંદડા અને વાંસનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. આ સિવાય ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બુથમાં મતદારોને આકર્ષણરૂપ ફુવારો તૈયાર કરાયો છે. આમ લોકશાહીના પર્વમાં પર્યાવરણનું પણ જતન થઈ રહે તેવા સંદેશ સાથે જિલ્લામાં આજે આ લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યું છે

(5:27 pm IST)