Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

માણસા તાલુકાના ઇટાદરા ગામે પોલીસની ઓળખ આપી ગઠિયો વેપારીના 1લાખ 22 હજાર ચોરી છૂમંતર.....

માણસા :  માણસા તાલુકાના ઇટાદરા ગામે રહેતા અને માણસા માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી ગઈકાલે સાંજે ઘરે આવ્યા બાદ તેમની બેગ ઘરે મૂકી ગામમાં ખેડૂતોના બિલ આપવા માટે ગયા હતા તે દરમિયાન પોલીસની ઓળખ આપીને ગઠીયાઓ વેપારીના ૧,૨૨,૮૦૦ રૃપિયા રાખેલાના પર્સની ચોરી કરી ભાગી છૂટયો હતા.

   માણસા તાલુકાના ઇટાદરા ગામે ગોકુળ નગરમાં રહેતા અને માણસા માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા મનુભાઈ વિઠ્ઠલદાસ પટેલ નિત્યક્રમ મુજબ ગઈકાલે સાંજે તેમની પેઢીના રૃપિયા બેગમાં મૂકી ઘરે ગયા હતા અને ઘરે આવી તેમણે વચ્ચેના રૃમમાં આ બેગ મૂકી તેઓ દુકાનેથી લાવેલા ખેડૂતોના બિલ ગામમાં રહેતા ખેડૂતોને આપવા માટે નીકળી ગયા હતા ત્યારબાદ તેમના ઘરે એક અજાણ્યો ઈસમ આવ્યો હતો અને તેમના પત્ની કોકીલાબેન ને પોતે માણસા પોલીસ સ્ટેશનથી આવ્યો હોવાની ઓળખ આપી આ મનુભાઈ નું જ ઘર છે તેવું પૂછી ખાતરી કરી વૃદ્ધાને જણાવ્યું હતું કે માણસા માર્કેટ યાર્ડમાં અગાઉ ચોરી થઈ હતી જેમાં તેમના પતિ મનુભાઈ નું પાકીટ ચોરાયું હતું તે ચોર પકડાઈ ગયો છે જેથી મનુભાઈ ના આઇડી પ્ફનો ફોટો પાડવાનો છે તેવું કહી તેણે જણાવ્યું હતું કે તેમની બેગમાં તેમનું આઈડી પ્ફ હશે તેવું કહેતા કોકીલાબેને ઘરમાં મૂકેલી તેમના પતિની બેગ બહાર લાવી બતાવી હતી અને તેમાં પ્રુફ શોધવાની કોશિશ કરી હતી પરંતુ તે મળ્યું ન હતું જેથી પોલીસની ઓળખ આપી પૂછપરછ કરતા આ ઇસમે લાવો હું જોઈ લઉં તેવું કહી બેગમાં રહેલું નાનું પર્સ કે જેમાં ૧,૨૨,૮૦૦ ની રોકડ રકમ હતી તે આ મહિલાની નજર ચૂકવી સેરવી લઈ ઘરેથી જતો રહ્યો હતો ત્યારબાદ આ મહિલાએ બેગ ને ઘરમાં મૂકી પોતાના કામે લાગી ગયા હતા તો તેમના પતિએ રાત્રે ઘરે આવીને બેગ ખોલી તેમાં તપાસ કરતાં રોકડ રકમ ભરેલું નાનું પર્સ તેમાંથી ગાયબ જણાતા તેમણે આ બાબતે તેમના પત્નીને પૂછતા કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરે આવ્યો હતો અને આ રીતે બેગ માંથી આઈ ડી પુફનો ફોટો પાડવા માટે નાનું પર્સ હાથમાં લીધું હતું તેવું જણાવતા તેમને ખ્યાલ આવી ગયો હતો કે કોઈ ગઠિયો ચોરી કરી ભાગી છૂટયો છે જેથી તેમણે પોતાની રીતે શોધખોળને અંતે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:23 pm IST)