Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વડોદરા:વાઘોડિયા વિસ્તારમાં દારુનો જથ્થો ભરેલ ટેમ્પો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

વડોદરા:જિલ્લામાં આવેલ વાઘોડિયા વિધાનસભાની સીટના વિસ્તાર જરોદમાં મોડી રાત્રે પોલીસે અમૂલ દૂધ તથા આઈસ્ક્રીમના ડિલિવરી કરતા આઇસર ટેમ્પોમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો બંધ બોડીના ટેમ્પામાં પોલીસે તપાસ કરતા પ્રથમ દૂધ ભરવાના ખાલી કેરેટો હતા. બાદમાં પાછળની સાઈડ દારૂ અને બિયરનો જથ્થો ભરેલી 101 પેટીઓ મળી હતી કુલ સાત લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કરી ડ્રાઇવર મહેન્દ્ર ઉર્ફે ગોઠીયો બેચર રાઠોડીયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ દારૂનો જથ્થો કોઈ રાજકીય આગેવાને મોકલ્યો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

(7:26 pm IST)